"મહેંકાતો મોગરો"
એક નાનકડું સુગંધીત પુષ્પ, લગભગ દરેકના આંગણાની શોભા વધારતું પુષ્પ. જેની મહેંકથી આંગણું અને સાથે-સાથે ત્યાંથી આવનાર દરેકના શ્વાસોશ્વાસને આહ્લાદક સુગંધથી ભરી દે એવું પુષ્પ.
"આજ એ પુષ્પ, એ ફુલ,મોગરો જેની સુગંધ શોધી શોધીને થાક્યો હતો પણ હવે એ સિમેન્ટના જંગલમાં એ મળે પણ ક્યાં ? એ જ પુષ્પ જે આ ગામડાના આ આપણા નાનકડા ઘરના એ જ નાનકડા ફળીયાની ધારે ઊગેલું જેની વેણી બનાવી તારા વાળમાં ભરાવવા લાવેલો હું આજે તને ક્યાં જોઈ રહ્યો છું!!!" આમ કહીને નિર્મળ ડૂસકાં ભરતો રડવા માંડે છે.
આજે સવારે નિર્મળે એજ મોગરાના ફૂલોની વેણી પોતાની પત્ની છાયા માટે બનાવી, જ્યારે છાયાના માથે વેણી ભરાવવા ઉતાવળો થતો ઘરમાં પ્રવેશ્યો ત્યારે અચાનક જ એનું ધ્યાન અરીસામાં દેખાતી છાયાની ફોટોફ્રેમ પર પડ્યું અને એની ઉત્કંઠા છીનવાઈ ગઈ અને જોઈ રહ્યો.... એ જ વેણી અને એ જ છાયાના વાળ અને આજે છાયાનો ફોટો.....
- સંકેત વ્યાસ (ઈશારો)