💗કોહિનૂર-એ-આલમ💗
(બેગમની કોઠી)
(Selfwrittenmicrofictionstory)
એક નવાબ હતો જેને 10 બેગમો હતી.
તેમાંની એક બેગમ સૌથી લોકપ્રિય હતી. ખૂબસૂરત હતી એટલે નહીં પરંતુ લોકો તેના મિજાજના (સ્વભાવ) દીવાના હતા.
બેગમનું નામ હતું "કોહિનૂર".
નવાબે તેને અલગથી કોઠી બનાવી હતી ,
જેનું નામ હતું "કોહિનૂર-એ-આલમ".
વાત એવી છે કે એક દિવસ કોહિનૂરની 50 દાસીઓ માંથી એક દાસી "સુરમા" પેટથી હતી અને તેને દુખાવો ઉપડ્યો જેમ તેનો છેલ્લો મહિનો ચાલતો. હવે આટલી નાની વ્યક્તિની વાત બેગમ સુધી ન પહોંચે તે વાત સામાન્ય કહેવાય.
પરંતુ સુરમા બેગમ કોહિનૂરની સૌથી નજીકની પ્રિય દાસી હતી.એટલે સવાર પડતા સુરમા ન દેખાતા બેગમે અન્ય દાસીઓને પૂછ્યું સુરમા ક્યાં છે ???
દાસીઓએ નાછૂટકે કહેવું પડ્યું તેને દુખાવો ઉપડ્યો છે તેથી તેને કારાગારમાં પ્રસુતિ કરવા લઈ ગયા છે. બેગમને ગુસ્સો આવ્યો કે પ્રસૂતિ કરવા કારાગારમાં!!!!
તુરંત એ ત્યાં પહોંચે છે અને જાણ થઈ કે સુરમા એક દીકરીને જન્મ આપી મૃત્યુ પામી છે. બેગમની ચાહીતી દાસી હતી સુરમા. બેગમ પાછી થોડી પડે.
પછી બેગમે નવજાત દીકરીને હાથમાં લઇ નામકરણ કર્યું એ બોલી આજથી આ દીકરીનું નામ છે "કોહિનૂર 2" રહેશે.જે બધી દાસીઓની ખલીફા (head) રહેશે.
બધી દાસીઓ ખુશ થઈ ગઈ.
આવી કોહિનૂર બેગમની કોઠીમાં અનેક અદ્ભુત કિસ્સાઓ થયા કરતા હતા. સ્વભાવને કારણે જ લોકો કોહિનૂરને
પાછળથી મુમતાજ બોલાવા લાગ્યા હતા.
DJC✌️
#Selfwrittenmicrofictionstory
(Instagram@savicha_sara_vichar)
#રાણી