પતિ પત્ની એટલે જીવનરુપી માળાના બે ચમકતા મણકા..
પણ હા જો એ બંનેમાં અતુટ સંબંધ ને પ્રેમભાવ હોય તો..જ
પણ આજકાલ ઘણા એવા પણ દંપતિઓ હોયછે કે બહાર દેખાય અલગ ને ઘરમાં દેખાય અલગ!
પણ હા મારે વાત કરવીછે બસ આજ આવા જ લોકોની...
પતિ પત્ની છે એક સમાજ માટે, એક પોતાનાં સગાના દેખાવ માટે, પણ ઘરમાં રહેછે એક અલગ રીતે..
પતિ કોઇ એક રુમમાં તો પત્નિ કોઇક બીજા રુમમાં!
જમવાનું પણ એક પછી એક જમતા હોય, ના બોલવાનો સંબંધ કે ના સાથે બેસવાનો કોઇ સંબંધ! છતાંય તેઓના મન કહે કે હા એ મારા પતિ છે કે હા એ મારી પત્નિ છે લગ્નના મંડપમાં સાત ફેરા સાથે ફર્યા, સાથે જીવવા મરવાના સોગંદ ખાધા છતાંય આજ બંન્નેની જીંદગી એક વેરાન જેવી!
ઘરમાં મોટા થતા બાળકો પણ વિચાર કરતા હોય કે અમારા મમ્મી અને પપ્પા આમ કેમ રહેછે! નથી તેઓ કંઇ બોલતા કે નથી સાથે બેસતા...!
બસ આમ આ બધુ જોઇને બાળકોના મન ઉપર પણ વિપરિત બુધ્ધી પડેછે.
મારી બાજુના મકાનમાં આજકાલ કંઇજ આવુજ થઈ રહયું છે પોતે સોની કુટુંબ, છોકરાઓ પરદેશછે ને છોકરીઓ સાસરે ચાલી ગઈ બે જણ બાકી એક હુતો ને એક હુતી
આજે ઘણા વરસ થઈ ગયા પણ એ લોકોનો સંબંધ ફકત પતિ પત્નીનો જ છે બીજો કોઇ વ્યવહાર તે બંનેમાં છે તે જણાતો કે દેખાતો નથી પણ હમણાં શરુ થયેલા કોરોના વાયરસના લોકડાઉનમાં બન્ને ઓટલા ઉપર હસી ખુશીથી કંઇક વાતો કરતા સૈને દેખાયા!
જાણવા મળ્યા મુજબ વાત જાણે એમ છે કે એક દિવસ કાકી પોતાનો જુનો પાસપોર્ટ શોધી રહયા હતા તો તેમને કાકાને પુછ્યુ મારો પાસપોર્ટ તમારી તિજોરીમાં છે મને આપો મારે કામ છે કાકા ગુસ્સાથી કહે મારી પાસે તારો કોઇ જ પાસપોર્ટ જેવું છે નહી, બસ પછી કાકીએ વધુ ગુસ્સા સાથે કાકાનો ઉઘડો લીધો કહે ખોલો તમારી તિજોરી ને બતાવો તમારી તિજોરીના દરેક ખાના..ના છુટકે કાકા તો ઉતાવળા પગે મેળા ઉપર ચઢ્યા હાથમાં તિજોરીની ચાવી હતી ને પાછળ પાછળ કાકી પણ હાફતાં હાફતાં ધીરા પગલે મેળો ચઢ્યા પછી ઉપર જઇને કાકાએ ફટ કરતી તિજોરી ખોલી ને દરેક ખાના કાકાને ખોલી બતાવ્યા પણ એમાનુ એક ખાનું કાકાએ બતાવ્યુ નહી કદાચ તે તેમની મંદ યાદશકતિએ બતાવવામાં ભુલી ગયા હોય તરત કાકીએ આંગળીનો ઇશારો કર્યો કે હજી એક ખાનું ખોલવાનું બાકી છે બતાવો એ પણ ખાનું ખોલીને..બસ કાકાએ તરત જુડામાં રહેલી નાની છેલ્લી ચાવી તિજોરીના અંદરના ખોનાના લોકના કાણામાં નાખી ને ખાનું તરત ખુલી ગયું તરત કાકીએ આગળ આવીને પોતાનો જમણો હાથ જરાક વધુ અંદર નાખ્યો તો હાથમાં કંઇક ડાયરી જેવુ માલુમ પડયુ પણ તેમને એક આશા હતી કે આજ મારો પાસપોર્ટ હશે ને બહાર પણ તેમનો પાસપોર્ટ જ બહાર આવ્યો..તરત કાકી જરા ગુસ્સાથી બોલ્યા આ શું છે! પાસપોર્ટ નહી તો! કાકા તિજોરીમાંથી નિકળેલ પત્નિનો પાસપોર્ટ જોઇને જરાક મોં ઉપર આવેલું મંદ મંદ હાસ્ય તેઓ જરાય રોકી શકયા નહિ...
ભાગ-1
ક્રમશ: