02-04-2020 નટ મનોરંજન
(ભાગ-૨)
પોતાના આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થતા અને છોકરા ના સારા ભવિષ્ય માટે તેને ફરી એક વખત જાહેરાત કરી દીધી કે તે આંખ પર પાટો બાંધી ને આ કાર્ય પૂર્ણ કરશે અને તે પણ એક માણસને ખભા પર બેસાડીને. ક્યારે કલ્પ્યુ ના હોય એમ હજારો ની ભીડ તેને જોવા એકઠી થઇ ગઈ. પછી તેને આંખ પર પાટો બાંધી જાહેરાત કરી કે "બોલો હવે કોણ આવશે મારા ખભા પર બેસવા માટે. સતત બુમાબુમ કરતી હજારોની પબ્લિકમાં સન્નાટો થઈ ગયો. કોઈ આવવા માટે તૈયાર નહોતું. સ્વાભાવિક છે કોણ પોતાનું જીવન આમ ગુમાવવા પોતાની તૈયારી બતાવે. લગભગ અડધો કલાક રાહ જોઈ પણ કોઈ તૈયાર ન થયું ત્યાં જ એક 15 વર્ષના બાળકે પોતાના હાથ ઉંચો કર્યો અને તૈયારી બતાવી. નટે બાળકના માથે હાથ મૂકીને તેને પોતાના ખભે બેસાડ્યો અને ભગવાન ને યાદ કરી તેને કીધુ કે વચન આપુ છુ આ મારુ છેલ્લુ કામ હશે. આખરે તેને આ કાર્ય પણ સફળતા પુર્વક પૂર્ણ કર્યું. કાર્યક્રમ લાઇવ ટેલીકાસ્ટ પણ થયો અને લાખો લોકો એ તેને નિહાળ્યો. સફળતા પુર્વક પાર પડેલા તેના કામ ની કદર થાય અને લોકો તેને ઓળખી શકે તે માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. બંને ને બેસાડી ને અનેક સવાલો પૂછાયા. ત્યાં જ કોઈએ તેને સવાલ કર્યો કે હજારોની ભીડમાં કોઇ તૈયાર ના થયુ પણ આ બાળકે તેની હિંમત બતાવી તે વિષે તમારુ શુ કેહવુ છે ? તેની બાજુમાં બેઠેલા બાળક ના માથે હાથ મૂકી તેને કહ્યું કે "આ મારો જ પુત્ર છે"
જ્યારે દુનિયાના કોઈ વ્યક્તિએ તેના પર વિશ્વાસ ના બતાવ્યો ત્યારે તેના બાળકે તેના પર વિશ્વાસ કર્યો. પ્રેસ કોન્ફરન્સ માં સન્નાટો છવાઇ ગયો. બધા એકબીજા ના મોં તરફ જોવા લાગ્યા. કોઇ ને આગળ હવે શુ પુછવુ તેની સમજ જ ના રહી. હવે બધાની નજર પેલા બાળક પર અટકી ગઈ અને હવે બધા તે બાળક ને સવાલો કરવા લાગ્યા. તેને સવાલો ના સારી રીતે જવાબો પણ આપ્યા. છેલ્લે બાળક ને એક સવાલ પૂછવામાં આવ્યો કે "તુ જ્યારે ખભા પર બેસવા જઇ રહ્યો હતો ત્યારે તને તારા પિતાએ કાનમાં શું કહ્યું હતું ? તે બાળક નો જવાબ કઇક આવો હતો. બાળક એ કીધું મારા પિતાએ મને કાનમાં કીધું કે...
"સામેની બિલ્ડિંગની દિવાલ અને આ બિલ્ડિંગની દિવાલ વચ્ચે જે દોરડારુપી અંતર છે ને તેને જ ભૂખ કહેવાય બેટા" (સંપુર્ણ )