02-04-2020 નટ મનોરંજન
(ભાગ-૧)
રાત્રે લગભગ 11:00 વાગે ખાટલા પર બેસીને બીડી પીતા એક નટ ને વિચાર આવ્યો કે ક્યાં સુધી આમ ગલીઓમાં ફરીને લોકો નુ મનોરંજન કરતો રહીશ. મારે હવે છોકરાના ભવિષ્ય નુ પણ વિચારવું જોઈએ. શું એ પણ મારી જેમ નટ બની ને જ રહી જશે ? મારી જિંદગી તો બે વાંસ વચ્ચે લાગેલા દોરડા પર ચાલતા ચાલતા નીકળી ગઈ પણ એની જિંદગી હું આમ બરબાદ થતા ના જોઇ શકું. લગભગ વીસ વરસથી હું આ જ કામ કરી ને મારુ ગુજરાન ચલાવુ છુ પણ હવે તો ક્યારેક ક્યારેક મારા પગ પણ ડગી જાય છે.
આ વિચારોમાં ને વિચારો માં એને એ રાત્રે ઉંઘ તો આવી ગઈ પણ રાત્રે આવેલા વિચાર તેને અંદર ને અંદર કોરી ખાતા હતા. તેનુ મન હવે કામમાં ઓછું અને વિચારોમાં વધુ રહેતું. હવે રોજ વીસ વર્ષના અનુભવી પગ તેને તેનું કાર્ય પૂર્ણ કરાવતાં પણ તેનું મગજ તેને આ કાર્યમાં સાથ નહોતું આપી રહ્યુ. આખો દિવસ દોરડા પર ચાલી માત્ર 60 કે 70 રૂપિયા નુ પરચૂરણ કમાઈ શકતો.
પછી એક દિવસ તેને એક માળ ના મકાન પરથી બીજા મકાન ના માળ પર દોરડું બાંધી આ કાર્ય કરવા નો વિચાર આવ્યો. થોડી હિંમત કરી તેને આ કામ પૂર્ણ કર્યું તો તેનામાં થોડો આત્મવિશ્વાસ વધ્યો. શહેર માં ચાલી રહેલા સર્કસ ના પ્રતિનિધિ ને તેને જણાવ્યુ કે પોતે દસ-દસ માળ ની બે ઇમારત વચ્ચે દોરડા પર ચાલી અને લોકો નુ મનોરંજન કરી વધુ પૈસા કમાવવા ઇચ્છે છે. સર્કસ ના પ્રતિનિધિ એ તેની મજબુરી જોઇ તેની કોઇ જવાબદારી નહી રહે તે શરતે તેને મદદ કરવા હા પાડી જ દીધી. સર્કસ માં જાહેરાત થતા દૂરદૂરથી લોકો ની ભીડ તેને જોવા જમા થઇ અને તેને આ પરીક્ષા પણ પાસ કરી અને તેને બદલા માં સારુ એવુ વળતર પણ મળ્યુ. થોડા જ દિવસોમાં ફરીથી તેણે એક જાહેરાત આપી કે તે આ જ રીતે ૧૦ માળની બિલ્ડિંગ પર આંખે પાટા બાંધીને આ કામ પુર્ણ કરશે. પહેલા કરતા પણ વધારે ભીડ જમા થઈ ગઈ. તેને ભગવાનને પ્રાર્થના કરતા કીધું કે કદાચ આ મારુ છેલ્લુ કામ હોઈ શકે તો હે પ્રભુ તુ સંભાળી લેજે. આખરે તેણે આ પરીક્ષા પણ પાસ કરી..........ક્રમશઃ