અત્યારે સમાંતરે ચાલતી બે ટીવી સિરિયલ રામાયણ અને મહાભારત જોઈને આજે વિચાર આવ્યો તે લખ્યો છે.
ઘર બહારની વ્યક્તિને જ્યારે આપણાં ઘરની દરેક નાની-મોટી બાબતમાં દખલ કરવાની આપણાં તરફથી ખુલ્લી છૂટ આપવામાં આવે ત્યારે જીવનમાં આપણે જ જાણી જોઈને નોતરેલા કેવા કેવા ઝંઝાવાત આવી શકે!એવો સ્પષ્ટ સંદેશ અત્યારે ચાલતા રામાયણ અને મહાભારત આ બન્ને ટીવી સિરિયલના એપિસોડમાંથી મળે છે.
રાણી સાથે આવેલી દાસી હોય કે પછી રાણીનો સગો ભાઈ હોય. એ પરિવારનાં સભ્ય તો નથી જ...એ દરેકની પોતપોતાની એક હદ હોય. એ હદ ક્યારે ઓળંગી શકે? જ્યારે આપણામાં કંઈક કચાશ એને દેખાય. સામે વાળી વ્યક્તિની મોટાભાગે એવી તાસીર જ હોય કે 'આંગળી દઈએ તો પોંચો પકડી લે!' એટલે ક્યારે આંગળી ઝાલવા દેવી અને ક્યારે એ પકડને ઢીલી કરી દેવી એ બાબત જેટલી જલ્દી આવડી જાય એમાં આપણું અને આપણી પછીની પેઢીનું ભલું નિશ્ચિત છે, એવું આ બન્ને ધાર્મિક સિરિયલ સમજાવી દે છે!
આના પરથી એટલું સમજાયું કે અન્ય વ્યક્તિની વાતોમાં આવીને લીધેલા આપણા નિર્ણયોથી વર્તમાન અને ભવિષ્ય બન્ને અંધકારના ગર્ભમાં રહીને ડૂસકાં ભર્યા કરશે! એ ડૂસકાં કોઈ પારકાંનાં નહીં પણ પોતાનાં આપ્તજનોનાં જ હશે. બસ તો એટલું તો કરતાં જઈએ કે આપણું ભવિષ્ય પોતાના પૂર્વજની ઓળખ માથું ઊંચું કરીને આપી શકે.
બસ આજે આટલું જ....નેતિ નેતિ...
~Damyanti Ashani