ભવ ભવ ના ભેરુ આપણે ભવ ભવ ભેરુ
સાથે હરતા સાથે ફરતા, સાથે કરતા સઘળા કામ
સાથે રમતા સાથે જમતા,ભુલી આપણા દુખ તમામ
ભવ ભવ ના ભેરુ આપણે ભવ ભવ ના ભેરુ
ન હતી ચિંતા કોઈ કે, ન હતા કોઈના મોહતાજ
રેતી માં ઘર બનાવતા ને,પાણી માં તરતાં આપણા જહાજ
ભવ ભવ ના ભેરુ આપણે ભવ ભવ ના ભેરુ
નથી સમય કોઈ પાસે હવે, નિભાવતાં દુનિયા દારી માં
પરોવાઈ ગયા છે હવે બધા, પોતપોતાની જવાબદારીમાં
ભવ ભવ ના ભેરુ આપણે ભવ ભવ ના ભેરુ
હસુ આવે છે એ વિચારીને, "વિનોદ" કરતા જે ગાંડપણ
રડી ઉઠે છે આંખો મારી,
જ્યારે
યાદ આવે છે એ બાળપણ
ભવ ભવ ના ભેરુ આપણે ભવ ભવ ના ભેરુ