સ્વરાશિનો શનિ અને ઉચ્ચનો મંગળ બૃહસ્પતિ સાથે કરશે યુતિ, આ ચાર રાશિએ સંભાળીને રહેવું
દેવ ગુરૂ બૃહસ્પતિ રવિવાર, 29 માર્ચ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ દરમિયાન ગુરૂનું રાશિ પરિવર્તન બારેય રાશિઓ માટે ખાસ રહેશે. મકર રાશિમાં ગુરૂ નીચનો રહે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મકરમાં સ્વરાશિનો શનિ અને ઉચ્ચનો મંગળ પહેલાંથી જ સ્થિત છે. આ ત્રણેય ગ્રહનો યોગ બધી જ રાશિઓ ઉપર અસર કરશે. 4 મેના રોજ મંગળના રાશિ પરિવર્તનથી આ યોગ તૂટશે.
14 મેના રોજ ગુરૂ થશે વક્રી
ગુરૂ ગ્રહ લગભગ 12 વર્ષમાં રાશિ ચક્ર પૂર્ણ કરે છે. 12 વર્ષમાં લગભગ 1-1 વર્ષ સુધી બધી જ રાશિમાં રહે છે. મકર રાશિમાં ગુરૂ નીચનો રહે છે. એટલે કે, આ રાશિમાં ગુરૂ પ્રસન્ન રહેતો નથી. 14 મેથી આ રાશિમાં ગુરૂ વક્રી થશે. 29 જૂનથી વક્રી રહીને ધન રાશિમાં પ્રવેશ કરશે. ધનમાં વક્રી રહેશે. 13 સપ્ટેમ્બરથી ધન રાશિમાં માર્ગી થઇ જશે અને 20 નવેમ્બરે મકરમાં પ્રવેશ કરી નીચનો થઇ જશે. આમ જે રાશિમાં ઉચ્ચનો હશે તેને ફાયદો અને જ્યાં નીચનો થઈ જશે ત્યાં નુકસાન કરશે.
મેષ રાશિ
આ રાશિમાં આ યુતિ દશમ સ્થાનમાં રહેશે જેનાથી કાલ્પનિક ઉચાટ-ભય પર કાબૂ રાખજો. કોઈ ચિંતા કરવા જેવું નહીં લાગે. ખર્ચ-વ્યય જણાય.
વૃષભ રાશિ
આ રાશિમાં આ યુતિ નવમાં સ્થાનમાં રહેશે જે મનના વિચારોને સંયમમાં રાખજો. હકારાત્મક રહેશો તો સુખનો અનુભવ થાય. વિવાદ. ખર્ચ પર અંકુશ જરૃરી.
મિથુન રાશિ
આ રાશિમાં આ યુતિ આઠમા સ્થાને થવાથી આપની મુરાદોને સાકાર કરવા માટે યોગ્ય આયોજન કરી શકશો. લાભદાયી તક. સ્નેહી-સ્વજનનો સહકાર.
કર્ક રાશિ
આ રાશિમાં આ યુતિ સપ્તમ સ્થાન પર થશે નિરાશાઓમાંથી બહાર નીકળવાની કોશિશ સફળ બને. કૌટુંબિક કાર્ય થાય. નાણાભીડ.
સિંહ રાશિ
આ રાશિમાં આ યુતિ ષષ્ઠમ ભાવમાં થશે જે વિષમ કે વિકટ સંજોગ લાગે તો પણ હિંમતથી કર્મ કરવાથી ઇષ્ટ ફળ મળતું જણાય. આરોગ્ય સચવાય.
કન્યા રાશિ
આ રાશિમાં આ યુતિ પંચમ સ્થાન ભાવમાં થશે સ્વસ્થતા-સમતોલન અને સમાધાનકારી વલણ આપને શાંતિ અને લાભનો અનુભવ કરાવશે.
તુલા રાશિ
આ રાશિમાં આ યુતિ ચોથા ભાવમાં થશે વધુ પડતી જવાબદારીઓ કે ખર્ચાનો ભાર ન ઉપાડવા સલાહ છે. પ્રવાસ સફળ થાય. આરોગ્ય સાચવજો.
વૃશ્ચિક રાશિ
આ રાશિમાં આ યુતિ ત્રીજા સ્થાનમાં ભાવમાં થશેઆશાનો તંતુ પકડી રાખવાથી આગળ કામ ચાલવાનો માર્ગ ખૂલતો જણાશે. આવક ઊભી કરવાનો માર્ગ જડે. સ્નેહી-મિત્રથી સંવાદિતા.
ધન રાશિ
આ રાશિમાં આ યુતિ બીજા સ્થાનમાં થશેનિરર્થક વિચારો ત્યજીને વિધેયાત્મક રહેવાથી આપ જરૃર સ્વસ્થતા જાળવી શકશો. પ્રગતિકારક તક.
મકર રાશિ
આ રાશિમાં આ યુતિ પ્રથમ ભાવમાં થશેઆપના અટવાયેલાં કાર્યોને આગળ ધપાવી શકવા તમે શક્તિમાન થશો. ઇચ્છિત મદદ ઊભી થાય. પ્રવાસ. ખર્ચ.
કુંભ રાશિ
આ રાશિમાં આ યુતિ બારમાં ભાવમાંમાં થશેઆપના વ્યવસાયિક કે ગૃહજીવનની બાબતોને ગૂંચવાતી અટકાવી શકશો. લાભદાયી તક. મનોબળ રાખજો.
મીન રાશિ
આ રાશિમાં આ યુતિ અગિયારમાં ભાવમાં થશે આપની ધીરજ ખૂટતી હોય તેમ ભલે લાગે, પરંતુ આંતરિક શક્તિ વડે તમે સમય પસાર કરી સુખ તરફ જઈ શકશો.