#માઇક્રોફિકશન
#ઝાપટું
ચોમાસાના દિવસો ચાલ્યા ગયા હતા, પણ ક્યારેક ક્યારેક આકાશ ઝાપટું નાખી દેતું હતું. આનંદબાબુ ક્યારેય ઘરની બહાર તો નીકળતા નહીં, પણ આજ વળી શું થયું કે આકાશમાંથી ઝાપટું પડતા, બાલ્કનીમાં ઉભા રહ્યાં, ત્યાં નીચે રહેતા ભાડુઆત સ્ત્રી ફળીયામાં વરસાદ સાથે મસ્તીમાં ભીંજાવા લાગી. એ પછી સ્ત્રીનો પતિ પણ તેની સાથે વરસાદમાં ભીંજાવા આવ્યો, સ્ત્રી સંકોચાઈને પતિના આલિંગન ની રાહ જોઈ રહી.
આનંદબાબુ એ બાલ્કની માંથી હાથ લંબાવ્યો. એમના હાથ માં પડેલા વરસાદના છાંટા હોઠ સુધી લઈ જતા, એમનો હાથ ધૂંજ્યો. એ દિવસે પણ વરસાદ હતો અને પોતે બહાર મધુ માટે ક્યાં સુધી ભીંજાયા. આનંદબાબુ વરસાદ ના પાણી સાથે પોતાનાં આંસુ પણ વહેંડાવવા લાગ્યા.
✍️ગીરીશ મકવાણા
૨૮/૦૩/૨૦૨૦