જા.... બેલા એ વાત કરવી હોય તો હું સુઈ જાવ છું મારે એ વિષય પર તારી સાથે ચર્ચા નથી કરવી,
કેમ.. કેમ નથી કરવી? મારો સવાલ ફક્ત એટલો જ છે કે હું પ્રિયા માટે તારા ભૂતકાળ ની ભૂલ હતી કે પ્રિયા આપણા ભવિષ્ય માટે તારી ભૂતકાળ ની ભૂલ?
ઈશાન જવાબ હોય તો આપ?
તું પ્રિયા ને એવુ કેહતો કે બેલા સાથે પ્રેમ લગ્ન નથી કર્યા, એ ત્યારે શું હતું સમજાયું નહીં, બધા સ્કૂલ મા રાખતા એટલે મે પણ રાખી અને લગ્ન કરી લીધા પણ ગમતી તો તું જ હતી મને પેહલે થી, તે શાળા બદલી અને આપણે અલગ થયા નહિતર હું તારી સાથે જ લગ્ન કરત...
તને એવુ કોણે કહ્યું બેલા?
પ્રિયા એ ! અને મે પણ પ્રિયા ને તારી ચાલબાજી કહી દીધી કે ઈશાન મને એમ સમજાવે છે કે બેલા તું મારી પત્ની છો તારું સ્થાન એ પ્રિયા ન લઈ શકે, એ આપણા ભવિષ્ય માટે ભૂતકાળ સમજી ભૂલી જા તું..
તમે બન્ને ક્યારે મળ્યા?
બસ ત્યારે જ જયારે તે મારાં જેવું જ મઁગળસૂત્ર એને ભેટ મા આપી એ પહેરેલું જોવા તેને તારા મિત્ર ના ફ્લેટ પર બોલાવેલી અને તેને બીમારી નું બહાનું કરી તને બીજા દિવસ નો વાયદો કરેલો, એ એટલે જ કે ત્યારે પ્રિયા એ તારા ભૂતકાળ અને વર્તમાન ના કરતૂતો નો પરદો ફાશ કરવા મને તેના ઘરે બોલાવી મઁગળસૂત્ર બતાવ્યું,
બન્ને એકસરખા જ મઁગળસૂત્ર તે ક્યારે બનવડાવ્યા ઈશાન?
ઈશાન પાસે હવે કોઈ બહાનું ન હતું, સિવાય કે મૌન..
બન્ને સ્ત્રી એકબીજા ની દુશમન બનવા ને બદલે ઈશાન ની ચાલબાજી ને હરાવી ખુબ ખુશ થાય છે
#ભૂતકાળ