ચાલને છોડીએ અહીં તહીં ભટકવુ
ગમશે તને વડની વડવાઈએ લટકવુ
હીંચકા ખાતા હસતા આપણે ત્યારે
કારણ હશે કોઈ એ ડાળનુ બટકવુ
કંઈ કેટલા માર મારતા શબ્દો કેરા
દુનિયા છોડી આ તનને છે છટકવુ
કોણ જાણે મળશે સુખ આતમને ક્યારે
મળે જ્યારે, મનડાને તો પણ છે ફટકવુ
પ્રકોપ દેખાય છે કુદરતનો હવે મનવા
તેજ પથરાશે ઈશનુ નથી હવે ભટકવુ
તેજલ વઘાસીયા
#ભટકવું