ખેડુત ની ખુશી.........
લીલી-પીળી ચુંદડી ઓઢી
મસ્ત મીઠા પવનમાં લહેરાતી
નથી આભલાં કે નથી
હાથી-ઘોડાની ભાત
જોઈ સાદગી એની મારા
ચહેરા પર ખુશી લહેરાતી.
નથી આશ કે અપેક્ષા વધુ મેળવવાની
હૈ પ્રભુ
મળે બસ મહેનતનું
ખુશી મારી એમાં જ છે.
જોઈ લહેરાતી લીલી-પીળી ચુંદડી
મન મારું હરખાતુ.
- સોનલ પટેલ