સફર માં સાથીદાર ,એક મજબૂત જોઈએ,
હૈયામાં હામ ને વિશ્વાસ મજબૂત જોઈએ;
ભાવ માં ઉન્મત થાય છે, દિવાનગી જીંદગી
લાગણીના પ્રવાહોને શ્વાસ,મજબૂત જોઈએ;
ટુટીને વિખરાઈ જાય ના, માળો છે સુઘરી નો,
ઝીણી ઝીણી ભાત નકાશ, મજબૂત જોઈએ;
મોજા તો ઉછળીને, ભરતી ઓટ પણ લાવશે,
સાહિલ મળવા દિલને હાશ, મજબૂત જોઈએ;
આનંદ છે મંઝીલ સુધી, ભીતર આંખે જોઈ લે,
સ્વરૂપ ના અનુસંધાન ખાસ ,મજબૂત જોઈએ;