આજ સંભળાવું તમને એક કહાની
શહિદ થયા આપી સ્વ ની કુરબાની
ઉમર હતી તેમની ઘણી નાની
છતાં ન કરી તેમણે પાછી પાની
અંગ્રેજો ના કાન ખોલવા માટે
કરી હિંમત અદાલત માં બોમ્બ ફોડવાની
ભાગ્યા નહીં પણ અડગ રહ્યા
વ્હોરી ગિરફતારી પોતાની
હસતા મુખે ફાંસી એ લટક્યા
ના કરી આજીજી છોડી મુકવાની
"વિનોદ" કરે વંદન એ શૂરવીરો ને
જેણે આપી વતન કાજ પોતાની કુરબાની
આજ છે "શહિદ દિવસ"ને, આ જ છે
"ભગતસિંહ", "રાજગુરુ" અને "સુખદેવ" ની કહાની