☕☕☕☕
☕અડધી રાતની ચા ☕
શુ તમે પણ અડધી રાતે કંઈ ચા
પીવાત્તી હશે ? રાતે પણ તમને શાંતિ નથી ,
પૂરો ટાઈમ બસ ચા , ચા અને ચા ...
અરે મેડમ , હમણાં તમારી બીમારીના હિસાબે પુરા પંદર દિવસની રજા લઈને બેઠો હતો ને એટલે મારે ઓફિસનું કામ એટલું ચડી ગયું છે જે પૂરું કરવું જ પડશે .... જો કામ પૂરું નહીં કરું તો બોસ મને ટાટા , બાય -બાય કહી દેશે સમજી...
🍁🍁🍁🍁🍁
અને બીજે દિવસે બોસને બદલે એ મને ટાટા , બાય - બાય કરીને હંમેશા માટે આ દુનિયા છોડી વિદાય થઈ ગયો ...
ફક્ત છ વર્ષનું અમારું લગ્નજીવન ,
એમની ઉજાગરાની એ રાત મારી માટે કાળમુખી બનીને આવી હતી . ઉજાગરાના હિસાબે ગાડીનું બેલેન્સ ન રહેતા થયેલો એમનો ગોઝારો અકસ્માત ...
મારી બીમારીમાં પુરા દિલથી મારી સેવા કરનાર મારા પૂજ્ય પતિ મહોદયને અડધી રાતે એક કપ ચા માટે મેં કેવું ટોકયું હતું ???... !!!!
અને આજે હું અડધી રાતે અઢી વાગે.......એની સાથે વિતાવેલા સમયની યાદમાં આસું સારતી....,
એકાંતને ઓગાળતી....બસ એકલી અટુલી...