કાલ રામભાઈને ચાર મહિના પછી મળવાનું થયું.
ભાવનગરમાં તે એલ્યુમિનિયમ સેક્શન ફિટ કરવાનું કામ કરે છે.તે મારી પાસેથી ઘણા સમયથી દર મહિને ડાયાબીટસ અને બીપીની દવા લઇ જતા હતા.હું તેમને સારી રીતે ઓળખાતો હતો.મેં તેમને સવાલ કર્યો કે તમે કેમ ઘણા સમયથી દેખાતા ન હતા?
"હું મારા ગામમાં ગયો હતો"થોડું કામ હતું એટલે..!!
કઇ થયું તો નથી ને ?કે પછી તમારા ગામ બાજુ એમ જ ગયા હતા..!!
નહીં,મારી દીકરી ઉર્વી અને સોનલના હજુ હમણાં જ ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા.ઉર્વીના ઘરે ઘણું સારું છે,પણ આ સોનલ ખુબ હેરાન થાય છે.દરરોજ તેનો પતિ દારૂ પી ને આવે છે,સોનલને પટેને પટે મારે છે.કઈ કામ ધંધો પણ નથી કરતો.જયારે મેં મારી છોકરી આપી ત્યારે તે અભ્યાસ કરતો હતો,પણ હવે તે ઘરે આવીને જે હાથમાં આવે તેનાથી સોનલને મારવાનું કામ કરે છે.હું તેના ઘરે ગયો સોનલને જોયને હું ત્યાં જ રડી પડ્યો.બંને પગ અને હાથમાં ફરફોલા પડી ગયા હતા.શરીરની ચામડી ઉપચી આવી હતી.ઘણા દિવસથી તેને નિંદર ન આવી હોઈ એવું મને જોઈને લાગતું હતું.
પણ,આવું શા માટે તે કરે છે?
"મારી પાસેથી ત્રણ લાખ રૂપિયા જોયે છે,હું ગરીબ માણસ આટલા બધા પૈસા ક્યાંથી લાવું.મારી પાસે હોઈ તો મેં આપી પણ દીધા હોઈ પણ છે,જ નહીં તો ક્યાંથી લાવું.
"રામભાઈ તમારે કેસ કરવો જોઈએ પોલિસ સ્ટેશનમાં જઈને..!!!
હા,હું અને મારી પત્ની એ જ માટે ગામ ગયા હતા.કેસ કર્યો પણ ખરો પોલીસ સ્ટેશને જઈને.પોલીસે બધી જ તપાસ કરીને સોનલના ઘરવાળાને પોલીસ સ્ટેશન લાવ્યા,પણ પાછળથી તેની "માં" આવી અને ટેબલ પર પચીસ હજાર રૂપિયા મેકયા એટલે સોનલના ઘરવાળાને પોલિસ સ્ટેશનમાંથી રજા આપી દીધી.
એક વાત મને સમજાણી કે કોઈના ઘરે પૈસા જોઈને દીકરી કયારેય ન અપાય.વેવિશાળ માટે બંનેની પરિસ્થિતિ સરખી હોવી જોઈએ.મારી દીકરી દુઃખમાં છે,અને તે પૈસા આપી છૂટી ગયો.બે દિવસ પછી પોલીસ અમારા ઘરે આવી અને અમને કહ્યું કે તમારી દીકરીનો વાંક છે,તેના ઘરે તમારી દીકરીને જવું જ પડશે.
મારી દીકરી મને ગળે વળગી પડી.પપ્પા હું મરી જશ પણ એ ઘરમાં હવે કયારેય નહિ જાવ.એ ઘરમાં બધા રાક્ષસ જેવા છે.પૈસા માટે કોઈને મારીને ખાય જાય એવા છે.તમે મારા શરીર પર એક વાર નજર તો કરો.મેં ઘણી કોશિશ કરી ફરીવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી,પણ અફસોસ કઈ ન થયું.અત્યારે મારી પત્ની એ કેસ લડવા ત્યાં રહી છે.હું અહી નાનું મોટું કામ કરવા ફરી પાછો ભાવનગર આવ્યો છું.
રામભાઈની દીકરી જલ્દી આ દુઃખ માંથી નીકળી જાય તેવી ઇશ્વરને પ્રાર્થના.
લિ.કલ્પેશ દિયોરા.