મુસ્કાન🖤તુષાર
આઈ લવ યુ તુષાર..!!હું તને ખૂબ પ્રેમ કરું છું.હું તારા વગર એક દિવસ પણ રહી શકું તેમ નથી.હું તને ઘણા દિવસથી આ વાત કહેવા માંગતી હતી,પણ ડરતી હતી.શાયદ તું મને ના પાડે તેનો મને ડર હતો.
પણ,મુસ્કાન તું મારી વાત તો સાંભળ...!!!એટલું તુષાર બોલ્યો ત્યાં જ તેણે ફોન કટ કરી નાખ્યો.તુષારે ફરી તે નંબર પર કોલ લગાવ્યો પણ અફસોસ તે ફોન બંધ આવતો હતો.તેણે ફેસબુક પર અને વોટ્સએપ પર તેની સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ પણ રસ્તા મુસ્કાને બંધ કરી દીધા હતા.કોઈ પણ પરિસ્થિતિમાં તુષાર મુસ્કાન જોડે વાત કરવા માંગતો હતો.તે વિચારી રહ્યો હતો કે મુસ્કાન આવું શા માટે કર્યું.
વાત છે,બે વર્ષ પહેલાની તુષાર અને મુસ્કાન બંને કોલેજમાં જ એકબીજાની નજીક આવ્યા હતા.
મુસ્કાનના માતા-પિતાનું કાર અકસ્માતમાં અવસાન થયું.મુસ્કાન સાવ ભાંગી પડી હતી.જીવનમાં શું કરવું કઈ સમજાતું ન હતું,પણ તુષારે તેને ઘણી સમજાવી પ્રેમ આપી આ દુઃખ માંથી બહાર લાવવામાં મદદ કરી હતી.માટે જ તેણે તેના જીવનનો વિચાર કરી લીધો હતો કે હું મારું જીવન તુષાર સાથે જ વિતાવિશ.એ જ મારું સર્વસ્વ છે.એણે જ મને આ દુઃખ માંથી બહાર નીકાળી છે.
અચાનક એક મહિનાથી તુષાર મુસ્કાને ફોન પર કે
કોઈ મેસેજ પર જવાબ નોહતો આપી રહ્યો.મુસ્કાન ફોન કરે તો પણ તે ફોન ઉપાડીને કહે કે હું કામાં છું,થોડીવાર પછી કોલ કરીશ.
હું તુષારને ખૂબ પ્રેમ કરતી હતી પણ તુષાર મારી સાથે આવું કરશે એ મેં સપને પણ વિચારું ન હતું.મને એમ હતું કે તેણે કોઈ છોકરી સાથે સગાઈ કરી લીધી હશે પણ ના એવું પણ હતું નહીં.હું જાણવા માંગતી હતી કે એવું તો શું થયું છે કે તુષાર મારી સાથે વાત નથી કરી રહ્યો.
શનિવારે આખો દિવસ રડીને મેં રવિવારે તુષારને કોલ કર્યો.જેવો મેં કોલ કર્યો કે તરત જ તુષારે મને કહ્યું"ઘરે મહેમાન છે,પછી કોલ કરું"પણ મેં તરત જ સામે તેને હિંમત રાખી મારી મનની વાત તેને કહી દીધી.
આઈ લવ યુ તુષાર..!!હું તને ખૂબ પ્રેમ કરું છું.હું તારા વગર એક દિવસ પણ રહી શકું તેમ નથી.હું તને ઘણા દિવસથી આ વાત કહેવા માંગતી હતી,પણ ડરતી હતી.શાયદ તું મને ના પાડે તેનો મને ડર હતો.
હું તુષારનો જવાબ સાંભળવા માંગતી ન હતી.મને ડર હતો કે તુષાર મને "ના" પાડશે તો હું ભાંગી જશ.ન કરવાનું કરી બેસીશ,એટલે મેં બધા જ રસ્તા તેની સાથે વાત કરવાના બંધ કરી દીધા.હું ખુશ હતી કે મારે જે ઘણા સમયથી કહેવાનું હતું તે આજ મેં તુષારને કહી દિધું.
ચાર દિવસ પછી મેં મારો ફોન શરૂ કર્યો,પણ તુષારના કોઈ મેસેજ હતા નહિં.મને ઘણું દુઃખ થયું.કે જે માણસ મને ખુબ પ્રેમ કરતો હતો તે મારી નજીક આવવા માંગતો હતો તે મારી સાથે આવું કેમ કરી શકે.
એક મહીના પછી મારા ફોન પર એક મેસેજ આવ્યો તુષારનો...
હાય,મુસ્કાન તારા ઘરની બહાર આવી શકે તું?
મુસ્કાન દોડીને બહાર ગઇ,તેના ઘરની સામે જ તુષાર ઉભો હતો.તે દોડીને તુષારને ભેટી પડી.
આઈ લવ યુ ટુ મુસ્કાન..❤️
લિ.કલ્પેશ દિયોરા.