વાગડ માં એક ગામ છે
રાપર તેનું નામ છે
નગાસર તેની શાન છે
કાંઠે નાગેશ્વર ધામ છે
ફલકુ નદી ભલે રહી સુકી
પણ તેનું આગવું સ્થાન છે
ઉતરે બિરાજમાન માં રવેચી
ને
દક્ષિણે જલારામ ધામ છે
શિયાળે મળતી દેશી તરકારી
ઉનાળે મીઠા પિલુ બહુ ખાસ છે
"વિનોદ" કરતા મિત્રો સાથે
એ રાપર મારુ જન્મ સ્થાન છે
......વિનોદ ✍️