હજી તો દુનિયા જોઈ નથી ને,રસ્તા અકબંધ છે કંટક સંગાથે,
યાદ રહ્યા કાંટા એકલાં,ભુલાય મધમધતી સુગંધ ફૂલ સંગાથે.
લીલીછમ નજરની લહેરખી,ભર બપોરે ફોરમ અથડાય બારી સંગાથે,
કઠોર હૃદયના માનવી પણ,ભીંજાય કાળઝાળ તડકામાં લાગણી સંગાથે.
ખુશ થતાં ફૂલની ફોરમે,ફૂલોનો તો પ્રબંધ જરૂરી કાંટા સંગાથે,
ભુલાય કેમ ઉપકારો સઘળાં,અવગુણ અકબંધ અવતાર સંગાથે.
સુંદર મજાનાં ફૂલોથી આકર્ષાઈ,ભીતર ઊગી ઉઠ્યા સ્વપ્નો સંગાથે,
ફેલાવી ફોરમ અપકારે ઉપકાર,ભલે મારગમાં નથી કોઈ સંગાથે.
ફૂલો સમ મહેકવા સ્મિત સર્વત્ર, ઉપવનમાં ભલે કાંટા સંગાથે,
વીતી જશે પાનખર,'શ્રીકૃપા' થકી પ્રસરે સુગંધ જીવન સંગાથે.
દિપ્તી પટેલ'શ્રીકૃપા'.
વડોદરા.