નંદના ઘરે આનંદ છવાયો,
નટખટ કનૈયો જન્મ લઈ આવ્યો.
નાની નાની પગલી પાડી,
બન્યો યશોદા મૈયાનો લાડકવાયો.
Shefali
મટકીમાંથી માખણ ચોરી,
ગોકુળવાસીના ઘર ઘરમાં ગવાયો.
જમુના તટે રાસ જમાવી,
ગોપીઓનો ચિત્તચોર કહેવાયો.
મનમોહક વાંસળી વગાડી,
રાધાજીના ઉર મહીં સમાયો.
ઉદ્ધારક બની આ ધરાનો,
એતો જગતનો નાથ કહેવાયો.
Shefali
#આનંદ