સાંજ
તારી મારી વચ્ચે એ એક તો વાત હતી
આ સાંજ જ હતી જે બધું જાણતી હતી
આંસુઓ ને વહાવવા ની દિવસ ની આતો એક પળ હતી
દિવસ ને રાત સાથે મળાવતી , સોનેરી માંથી
લાલ થઈ ને ઢળતી એ તો એક સાંજ હતી
દિવસ ક્યાંક છતાં ના કરીદે એ તારા વિરહના
આંસુઓને છુપાવતી એ તો એક સાંજ હતી
તારી મારી પ્રિત જાણ નારી એ તો એક સાંજ હતી
તારી મારી વચ્ચે પણ ક્યાં કોઈ વાત હતી!?
દિવસ-રાત વચ્ચેના થોડાક પળોની તો એ વાત હતી
તારી મારી વચ્ચે પણ આમજ એક સાંજ હતી
Dip@li