રોકાઈ જા એ મૌત હજુ કંઈ કેટલા કામો કરવાના બાકી છે.
બનાવેલા ચિત્રો માં હજુ તો રંગો ભરવાના બાકી છે.
કોઈ ને માફ કરવાના તો કોઈ ની માફી માગવાની બાકી છે.
કોઈ ને મદદ કરવાની તો કોઈ ને ખુશી આપવાની બાકી છે.
એના હાથ માં હાથ નાખીને આ દુનિયા જોવાની બાકી છે.
કોઈ ને ગળે લગાવીને મનાવવા ના બાકી છે.khushi
અમુક સબંધો હજી સજાવવાના બાકી છે.
દિલ ફાડી ને લાગણી જણાવવાની બાકી છે.
અમૂલ્ય એ પળ હજી આવવાની બાકી છે.
રોકાઈ જા,રોકાઈ જા એ મૌત કે હજુ તો જિંદગાની જીવવાની જ બાકી છે યાર.....