આ ઈમેઇલના જમાનામા,
હું તાર લખનારને શોધુ છું.
આ મુવિઝના જમાનામા,
હું રેડિયો સાંભળનારને શોધુ છું.
આ હોટડોગના સમયમા,
હું દેશીભોજન જમનારને શોધુ છું.
આ ડાયનીંગટેબલના સમયમા,
હું પાટલી પર બેસનારને શોધુ છું.
આ બેડના જમાનામા હું,
પલંગ પર આરામ અનુભવનારને શોધુ છું.
આ ઓડીના જમાનામા,
હું કેડી પર ચાલનારને શોધુ છું.
આ એકવીસમી સદીમા,
હું અઢારમી સદીને શોધુ છું.