આંખ જો ખુલ્લી હોય તો
દરેક સવાલ નો જવાબ આપતી,
જો બંધ થતી તો અનેક
સવાલો ને ઉભા કરતી.
લાગણી નુ પુર અને
ગુસ્સા નો વરસાદ, બંને ને વહેવા
દેતી પોતપોતાના સમયાનુસાર.
જુદા જુદા ભાવો
સમજાવતી એના ઈશારે,
અને મૌનની મહેફીલ ને
વાચા આપતી.
સૌંદર્ય તમામ જોઇ
હ્ર્દયને વર્ણવતી,
કયારેક વધુ ઠાલવતી
તો કયારેક અંકુશ રાખતી.
- રશ્મિ રાઠોડ