આમ આંખોથી ન છોડ તીર હેતના
છેડાય છે તાર દિલમાં તારી પ્રીતના
છલકાય હોઠ પરથી મદિરા રસ જે
કરે છે મજબુર કરવા એની સેવના
એટલે જ છુ આજદિન નશામા હુ
નામની નથી રહેતી મને હવે ખેવના
અણિયાળા નેણને ગુલાબી ગાલ છે
અષાઢી કેશ સાથે બધા અંગ દેવના
કેટલા તીર મને વાગ્યા તારા હેતના
તોય અડીખમ જેલવા તાર પ્રીતના
-પિયુષ કુંડલીયા