થયો "આભાસ" મને તમારા હોવાનો આજે પણ ત્યાં,
વર્ષો પહેલા હતી "શાશ્વત" હાજરી તમારી રોજ જ્યાં.
ત્યાંની હવામાં, સુગંધમાં, અંધારા ને ઉજાશમાં,
મળી બધે જ હાજરી તમારી કોઈ ને કોઈ એક રૂપમાં.
શોધતી ફરી હતી તમને નજર મારી બધે જ જ્યાં,
નિહાળ્યા તમને ને અનુભવ્યા મેં એ બધે જ ત્યાં.
ફુલ, પાન, છોડ, વૃક્ષ આ એકેએક દરેકમાં,
દેખાય છે છબી આપની મને તો હર એકમાં.
"આભાસ શાશ્વત" તમારો બંસી, મોરપંખ ને આ વૈજંતિમાં,
તમે જ છો ગાયો, ગોવર્ધન ને આ ગોવાળગોપીઓમાં.
આજે પણ મારી બસ માત્ર એક જ તો છે ઇચ્છા,
કે આપણો સાથ છેક છેલ્લા શ્વાસ સુધી રહે સદા.
આજે ભલે તમે ત્યાં નથી પણ છતાંય તમે જ છો ત્યાં,
મારા પ્રીય કૃષ્ણ ને રાધાને વ્હાલા શ્યામ તમે જ છો આ.
- કૃતિ પટેલ "કૃષ્ણપ્રેમી"