ગુલાલ ઉડે ને ઉડે રંગ રંગની છોળો,
કાનુડા મને બહુ ગમે છે તારો ચાળો.
રાધા બની છે પ્રેમમગ્ન કૃષ્ણરંગ જો ઓઢ્યો,
મીરાં બની છે શ્યામમગ્ન શ્યામરંગ જો ચાખ્યો.
ગોપીઓ બની છે વિકારમુક્ત કૃષ્ણસંગ જો રાખ્યો,
કુબ્જા બની છે સુરૂપઅંગ કૃષ્ણે હાથ જો રાખ્યો.
નરસિંહ બન્યા છે ગોપીરૂપ ભક્તિરંગ જો લાગ્યો,
ધ્રુવ-પ્રહલાદ થયો છે એકમગ્ન સત્યઈશ રંગ જો રાખ્યો,
સુદામા થયો છે મહાપંડિત મીત્રરસ જો લાગ્યો,
અર્જુન થયો ગ્લાનીમુક્ત કૃષ્ણે રથ જો હાંક્યો.
ગુલાલ ઉડે ભલે પણ મન નીલવર્ણ રંગ જો લાગ્યો,
કૃષ્ણએ પ્રેમમાં એને કદી બાકી નથી રાખ્યો.
- કૃતિ પટેલ "કૃષ્ણપ્રેમી"