એ આવ્યા કરે સ્વપ્નોની વિસાતે હરરોજ,
એમને ને અમે વાક્ કટારી તૈયાર રાખી છે,
આવી પહેલા થોડા ધીમેથી પૂછશે હાલચાલ,
ને,એમના પ્રશ્ર્નો સામે ઝઝૂમવા તૈયારી રાખી છે,
ભરીશુ શબ્દે અમી જુબાની અકબંધ રાખીશુ,
તારી વાતો ઉતેડવા મહેફિલ સજાવી રાખી છે,
આંગળીના ટેરવે લાગણીઓ લખી રાખીશુ,
મહેફિલે ગાવા સંવેદનાઓ સાચવી રાખી છે,
આપની તીવ્ર વેદના સાંભળવા તૈયારી રાખીશુ,
બદલામા માફીનામે શબ્દજાળ અર્થવી રાખી છે,
મહેફિલમા આવો ટુંકી મત્લાએ આંતરી રાખીશુ,
લાંબા લચક વર્ણને આપની યાદી વધારી રાખી છે,
-વિજય__vp❤