આજે વર્ષો વિતી ગયા આ વાત ના ,
પણ લાગે છે હજી કાલ બની છે આ ઘટના
તૂં નથી તારી યાદો નો સહારો છે,
આ યાદો સાથે તો મારી જિંદગી ની વાતો છે
તે કહ્યું તૂં કે શરીર છોડી ને જાવ છું,
આત્મા તો માંરો તારા માં જ હશે
જ્યારે પણ બંધ કરીશ આંખો તારી,
તારો આ પ્રિય તારી સામે જ તો હશે
તે કહ્યું એવું નિભાવ્યું પણ ખરા,
જિંદગી ની બધી ક્ષણે સાથે રહ્યો પણ ખરા,
તો આજે કેમ મને એકલતા ખાય છે?
તારી હાજરી હોવા છતાં કેમ મન
#વિચલિત થાય છે?
- Miss M. Patel