એક પળે જે હસે, એ બીજી પળ રોવે છે;
કુદરતનો ખેલ છે, એ ઉપર બેઠા જોવે છે !
ના નથી કોઈ કરામત કામ કરતી તમારી,
તમે કઠપૂતળી છો, બાકી તમને એ દોરે છે !
કર્મનું ભાથુ જો બાંધી લેવુ થોડું સરખેથી,
કુદરત એના પરથી તાર તોડે ને જોડે છે !
પ્રેમ વે'ચ જે, ને જીવી લેજે સમજણથી,
જેવા આવ્યા હતા, જતા એજ જોડે છે !
-પિયુષ કુંડલીયા