તારા મારા વચ્ચેનું અંતર ઓછું રહે તો સારું,
પ્રેમમાં આપણી મુલાકાતો વધુ રહે તો સારું.
.
ઝળહળતી રહે તારા મારા જીવનની દરેક સાંજ,
આપણા પ્રેમમાં ક્યારેય અંધકારના આવે તો સારું.
.
પ્રેમનો પુજારી છું કરતો રહીશ પ્રેમ તને દરરોજ,
આપણા પ્રેમ વચ્ચે કોઈ મેનકાના આવે તો સારું.
લખું છું આજ તારા મારા પ્રેમ ની કહાની,
કહાની અધવચ્ચે અધૂરી ન રહે તો સારું.
.
તા.12/03/2020 - ભરત રબારી
વાર :- ગુરુવાર ( માંગરોળ, જી.જુનાગઢ)
#અંતર