પરિવાર (કુટુંબ)
પંખીની જેમ તણખલાઓ તોડે છે,
માણસ પણ એક માળો જોડે છે.
રાત-દિવસ જેના માટે તે સપનાઓ જોવે,
પોતાની ઊંઘ ખોઈ જેને મહેનતથી જોડે.
જેના માટે તે આકરા દુઃખ પણ ઉઠાવે,
ત્યાંજ તે સુખનાં દિવસો પણ માણે.
પંખીની જેમ જીવનભર પ્રેમથી તેને સીંચે છે,
દિવસની ઉડાન પછી ત્યાંજ તે આંખ મીંચે છે.
આમ જ જીવન તેનું જોડે છે,
માણસ પણ એક માળો જોડે છે.
-મોનિકા તન્ના (શબ્દયાત્રા)