હોળી _ હોલિકાદહન
શેરીએ શેરીએ ઉઘરાવ્યાં બે છાણાં
ફાગણી પૂનમે ચોરે થાય બધા ભેગા
કપૂર ખજૂર દાળિયા ધાણી ને મમરા
હાથ માં પૂજા ની થાળી ને તાંબા ના લોટા
ભૂલકાં ની 'વાઈળ' કે નવવધૂ ના ઓરતાં
પ્રગટેલ છાણાં માં હોળી ની કરે પ્રદક્ષિણા
હોલિકાદહન માં શ્રીફળ ના પ્રસાદ ની પ્રથા
સાથે ઉજવે પ્રહલાદ ની પ્રભુભક્તિ ની કથા