સ્ત્રી. એટલે પ્રકૃતિ
============
સ્ત્રી એ પ્રકૃતિ છે આદ્યશક્તિ છે ,વિશ્વની જનેતા છે.
જેટલા પણ પદાર્થો પૃથ્વી પર હયાત છે એ પંચ ભૌતિક પ્રકૃતિ ના છે.
જગત માં જેટલું ઐશ્વર્ય છે સૌંદર્ય છે એ સ્ત્રીલિંગ છે
ગુણો સત્વ રજ અને તમસ તથા સદગુણો સહનશીલતા
ઉદારતા કોમળતા વગેરે સ્ત્રી નું પ્રતિનિધિત્વ ધરાવે છે
જગત નો આધાર પ્રકૃતિ અને ઘર નો આધાર સ્ત્રી છે
દેશ નો આધાર સંસ્કૃતિ અને સમૃદ્ધિ એ પણ સ્ત્રીલિંગ છે.
વ્હાલ , લાગણી પ્રેમનાં તાંતણે કુટુંબ ને બાધી રાખે છે
સ્ત્રી એ શક્તિ સ્વરૂપા છે , ઉત્સાહ ધૈર્ય અને ધર્મ ની મુર્તિ છે. ભારતીય સંસ્કૃતિ માં સ્ત્રી નો વિશેષ દરજ્જો છે. એ
પૂજનીય છે સન્માનિય છે,જે ઘર માં તેઓની રક્ષા સુરક્ષા
અને સન્માન નથી, ત્યાં શ્રી એટલે લક્ષ્મી નો કાયમી નિવાસ નથી..
હંમેશાં સ્ત્રીઓ નું સન્માન કરવું જોઈએ.
તેમના સમર્પણ ને બિરદાવવું જોઈએ.
===={{{}}====={{}}======