પ્રેમ કરવો કોઇ વાંક છે !!!!
પ્રેમ કરવો એ જિંદગી નો અપરાધ છે !!!!
શા માટે સમાજ સાચા પ્રેમનો સ્વીકાર નથી કરતા?. પ્રેમ તો પ્રેમ છે એ કોઇ નાત જાત કે પરિસ્થિતિ જોતો જ નથી... પ્રેમ તો જીવન જીવવા નો મુખ્ય આધાર સ્થંભ છે.. પ્રેમ વગર કોઇ પ્રાણી જીવી ન શકે.
એક નાનકડા ગામમાં તોરલ નામે દિકરી રહે જે ઉચ્ચ વર્ણ ની છે... ખુબ દેખાવડી, હોશિયાર, અને મળતાવડા સ્વાભાવની બોલકણી. જોતા વેંત બધાને ગમી જાય... તે
એજ ગામ મા રહેતા કલ્પેશ નામે છોકરો ખુબ જ પ્રેમ કરતી .. કલ્પેશ પણ તોરલ ને ખુબ પ્રેમ કરતો... પણ તે તોરલ ને હંમેશા એક વાત કહેતો.. તોરલ આપણા પ્રેમ નો કોઇ સ્વીકાર નહીં કરે... નાદાન તોરલ કહે કેમ?.. કલ્પેશ સમજાવતો જો તોરલ તું ઉચ્ચ જ્ઞાતિ મા જન્મી છે... હું તારી જ્ઞાતિ નો નથી... અમારી જ્ઞાતિ ને સમાજ સ્વીકાર તો નથી તો....
આટલુ બોલીને અટકી ગયો.. ત્યારે તોરલ બોલી.. નાત જાત ના હોય મેં તને પ્રેમ કર્યો છે એમાં સમાજ ક્યાં વચ્ચે આવે.. જો મારાં ઘરે વાત કરીશ એ માની જાશે...
તોરલે એના મમ્મી ને વાત કરી તો તોરલને ગ઼ાલ પર એક થપ્પડ મારી અને ઘરની બહાર જવાનુ બંધ કરાવી દીધું....
તોરલના મમ્મીને એની જ જ્ઞાતિ મા સારો મુરતિયો જોઈ ટૂંક સમય મા તોરલના લગ્ન લઇ લીધા...
કલ્પેશ ને આ વાતની જાણ થઈ.. એ પણ તોરલ વગર એકલા રહી શકે એમ ન હતો.. તોરલના લગ્નના દિવસે જ બંન્ને પ્રેમી એ પોતાનો જીવ ગુમાવ્યો.
પ્રેમ કરવાની મનાઈ મા આંતરજ્ઞાતિ ના કારણે બંન્ને પરિવારે પોતાના ફૂલ જેવા સંતાનો ખોય નાખ્યા.
✍️હેત