આ જિંદગી
કંટક ભર્યા ગુલદસ્તા છે આ જિંદગી.
દર્દની બીમારી દાસ્તાન છે આ જિંદગી.
કોના પાલવ મહીં છૂપાઈ ગઈ,
અહીં તો નિસ્તેજ અરમાન છે આ જિંદગી.
તને દર્દભરા ગીત બહુ ગમતા ને?
જો કર્કશ સ્વરે ગાતું ગાન છે આ જિંદગી.
આસુંની વણજારને કેમ થાંભાવ કે થોભો.
અહીં પાનખરનું ખર્યું પાન છે આ જિંદગી.
છતાં પ્રેમ થી માણીએ લવ યુ જિંદગી
✍️હેત ✍️