તું છોડીને ગયો એ વાતની તને કે,
આ જગતને હું ફરિયાદ નઈ કરું....
તું જીવ જે તારી જિંદગી ખુશીથી,
હું તને બદનામ નઈ કરું.....
તે કરેલા ઘણા વાયદાઓને અને,
આપેલી એ કસમોને હું ક્યારેય નઈ ભૂલું...
તું જરાય ચિંતા ના કરીશ તારી,
હું તને ક્યારેય બદનામ નઈ કરું.....
તારી આ ખુશીઓથી ભરેલી જિંદગીમાં ક્યારેય,
દુઃખ - દર્દનું વંટોળ કે વાવાઝોડું બનીને નઈ આવું,
હું તને ક્યારેય બદનામ નઈ કરું...
બેવફા - બેરહેમ કે કાયર એવા ઉપનામ,
હું તમને ક્યારેય નઈ આપ્યું...
તું જ મારો પહેલો અને અંતિમ શ્વાસ છે,
હું તને ક્યારેય બદનામ નઈ કરું.....
✍️હેત