હવે એ રંગો માં રંગાશે
કે એ રંગ બદલશે,
માણસ છે ભાઈ માણસ છે
કઈ કહેવાશે નહી.
હવે એ રસ્તે મળશે ત્યારે
ગળે લગાવશે ક ફેરવશે મો,
માણસ છે ભાઈ માણસ છે
કઈ કહેવાશે નહી.
આ તહેવાર ને વ્યવહાર તો
આવતા ને જતા રહેશે,
હવે તમે કાયમ રહેશો કે કરશો દૂરથી સલામ
માણસ છે ભાઈ માણસ છે
કઈ કહેવાશે નહી.
દેશી ગુલઝાર