ફફડાટ.....
એક મૃગને મેં નિહાળ્યું,
સુંદર, સોહામણું ને સોનેરી,
મને એ ખુબ જ ગમ્યું,
મેં તેને પાળ્યું, પોષ્યું ને મોટું કર્યું,
એક પછી એક ઈચ્છાઓનો પીછો કરાવી,
એને ખુબ જ રઝળાવ્યું,
દિવસ -રાત, તડકાં -છાયા જોયા વિના,
બસ ભાગવું, ભાગવું ને ભાગવું જ...
હજી તો એ ક્ષિતિજે પહોંચવાજ આવ્યુતું,
ને ત્યાં તો એક ધારદાર બાણ....
એને ત્યાંજ વીંઝી નાંખે છે,
અધૂરી ઈચ્છાઓ નો બોજ,
ને શરીર પીંખાવાની વેદના,
અંત સુધી તરફડાટ સામે,
એ ઝઝૂમીને હારી જાય છે,
રહી તો જાય છે માત્ર,
મૃગનો એક પ્રાણહીન દેહ,
ને બીજો મારા અંતરમનનો ફફડાટ....
@ મેહૂલ ઓઝા