આમ તો સાવ નિર્દોષ પણ
રોમરોમમાં પડાવે ચીસ છે,
સાચું કહું તો આ ચુંબન ચારસો વીસ છે...
મળે છે માત્ર બે હોંઠ'ને
ચારેકોર ઉઠતી ઊર્મિઓની ભીંસ છે,
સાચું કહું તો આ ચુંબન ચારસો વીસ છે...
આવડે કે નાં આવડે છતાં
સૌનું પોતપોતાનું આગવું કૌશલ્ય છે,
સાચું કહું તો આ ચુંબન ચારસો વીસ છે...
#ચુંબન