પધારો વહાલા ભાણીબા
લક્ષ્મી સ્વરૂપે આવ્યા તમે
બાઈસા હવે કહેવાશો તમે
મામા બન્યો હું બીજી વખત
માન મર્યાદા ને મોભો જે કુળ નો
બા થી સંબોધન થશે તમારૂ
વહાલ વર્ષાવા આવું છું હું
સાથે રમકડાં પણ લાવું છું હું
પાવન ચરણો તમારા ભાણીબા
શુભ સમાચાર લાવ્યા રે
હું તો બન્યો મામા તમારો
લાગણી ના તાંતણે બાંધ્યા તમે
સ્નેહ ની એક મીઠી દોર સાથે હું
ઝલેબી ને ભૂતકાળ બનાવી ને
પેડા થી મોઢું મીઠું કરાવીશ હું
નાની મા પ્રેમ મળશે તમને અપાર
બનશો ભાણીબા તમે ઘર નું દિપક
તમારા વહાલા મામા ના તરફ થી
પધારો વહાલા ભાણીબા