રહે છે જે મારા દિલ ની પાસ,
એ છે મારી જીવનસંગીની
મારા સ્વપ્ન માં જેનો વાસ
એ છે મારી જીવનસંગીની
બનાવ્યું મારુ જીવન ખાસ
એ છે મારી જીવનસંગીની
"હર્ષા"નંદ થી કરે ઘર માં કામ
એ છે મારી જીવનસંગીની
"હર્ષ" રહેતુ હોઠો ની પાસ
એ છે મારી જીવનસંગીની
ઘર માં થયો જેનાથી ઉજાસ
એ છે મારી જીવનસંગીની
"વિનોદ" કરે સહુ ની સાથ
એ છે મારી જીવનસંગીની
જેના થકી ગુંજે ઘર માં "જય"નાદ
એ છે મારી જીવનસંગીની
મારા ઘર નો છે આધાર
એ છે મારી જીવનસંગીની
........વિનોદ