શ્રવણ ની શક્તિ જીભથી થોડી વધુ હોવી જોઈએ,
શબ્દો ભલે આવે મુખ માંથી કાન ને સમજ પડવી જોઇએ,
અર્થ નો અનર્થ ક્ષણમાં થાય શ્રવણ માં જો ભૂલ થોડી થાય,
વર્ષો નાં એક સંબંધો પળમાં અલગ થાય
બોલાયેલા શબ્દોને કાને જો દગો થાય.
👂 World hearing day 👂
વિશ્વ શ્રવણ દિવસ દરવર્ષે ૩ માર્ચ ના રોજ who(વર્લ્ડ હેલ્થ ઓગના ઈઝેશન) દ્વારા ઉજવવામાં આવે છે તેનો મુખ્ય હેતુ એ છે કે બહેરાશ ધરાવતા લોકોની સારી એવી દેખભાળ થાય તેમજ તેમની શ્રવણ શક્તિ પાછી લાવવા માટે બહેતર એવા પ્રયત્નો થાય.
સૌ પ્રથમ આ કાર્યક્રમ૨૦૦૭ માં આયોજિત કરવામાં આવ્યો હતો.૨૦૧૬પહેલા આ દિવસ ને આંતરરાષ્ટ્રીય કાન દેખભાળ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો.