ફાગણ.....
શ્યામ તારી યાંદોમાં, જાતને ફંફોળી,
તું કહે, કેમ રમું, એકલી હૂં હોળી?
રંગો દુનિયાના હવે ફિક્કા સહુ લાગે,
કેમ થશે પુરી હવે મારી આ રંગોળી?
મોરપીંછ જોઈ હુંતો મનમાં હરખાતી !
પીછો કરે જાણે મારો, કાન્હાની ટોળી !
ફાગણ આયો ને સાથે કેસૂડોય લાયો !
ફોરમ ફેંલાવે જાણે અત્તરમાં ઘોળી !
અબીલ- ગુલાલ ને કંકુનાં છાંટણે,
ભીંજવી દે કાન્હા તું, રાધા રુપાળી !
@ મેહૂલ ઓઝા