સમય
........
સમય સરકી ગયો ક્યારે આ હાથ થી,
અધુરી રહી ગયો આજે આ સાથ બી.
મળ્યા ના મળ્યા વાત એ સંગાથ ની,
હશે એ ઈચ્છા સમયની કે હાલાત ની.
જખ્મોની પીડાને કરી ગુલાબ સી,
શાયદ એ અસર હતી તારી યાદ ની.
મળ્યો જો સમય વગોળશું પ્રેમથી,
ખૂબ હસીને કરી વાત મુલાકાત ની.
અશ્રુ ની પણ વેદના કેવી તે વસમી,
ભાવુ જલસે એ સાંજ ભલે હશે તોય ચાંદની.