ના તલાશ કર, ભીતર મૌજુદ છું
જો તો જરાક, હું નૂરનો પૈગામ છું
બદસૂરત ક્યાં છે વજૂદ, વસંતની,
ફુલો ની નજાકત છું, મધુમય છું
મીઠો અહેસાસ છે , અમૃત મય છું
શબ્દોની જાળ , માતૃકા રસમય છું
ચાહત ના રંગ માં રંગીન છે જીંદગી
પ્રેમ પુર્ણ રંગીન ,હા હું મેઘધનુષ છું
વફાદારી થી ચાલતી રાહ જીંદગી ની
રસ્તો જ્યાં અટકે એ, જ મંઝીલ છું
રૂખસત નથી કે, મિલન કદી છે મારૂં
પ્રવાસી ચેતના નો , આવિર્ભાવ છું