બ્રાહ્મણ હોવા છતાં ભગવાન પરશુરામનો સ્વભાવ કેમ હતો ક્ષત્રિય જેવો
ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામ એક બ્રાહ્મણ હતા. ભગવાન પરશુરામ કોઈ વિશેષ સમાજના આદર્શ નથી પણ તે સંપૂર્ણ હિંદુ સમાજના છે. તેઓ ચિરંજીવી એેટલે કે અમર છે. આજે પણ જીવિત છે. તેઓ રામના સમયમાં પણ જોવા મળ્યાં હતા. તે કૃષ્ણના સમયમાં પણ જોવા મળ્યાં હતા. તે જન્મે તો બ્રાહ્મણ હતા પણ તેમનામાં એ તમામ ગુણો હતા કે જે ક્ષત્રિયમાં જોવા મળતા હતા. આવા ગુણો કેમ અને કેવી રીતે આવ્યા તે વિશે શું આપ જાણો છો. તેના વિશે જોડાયેલી એક પૌરાણિક કથા વિશે જણાવીશું.
પૌરાણિક કથા અનુસાર મહર્ષિ ભૃગુના પુત્ર ઋચિકનો વિવાહ રાજા માધિની પુત્રી સત્યવતી સાથે થયો હતો. વિવાહ બાદ સત્યવતીએ પોતાના સસરા મહર્ષિ ભૃગુ પાસે પોતાની તેમજ પોતાની માતા માટે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ માંગ્યા. તે મહર્ષિ ભૃગુએ સત્યવતીને બે ફળ આપ્યા અને કહ્યું કે ઋતુ સ્નાન પછી તમે આ ગૂલરના વૃક્ષનું અને તમારી માતાને આ પીપળના વૃક્ષનું આલિંગન કર્યા પછી ફળ ખાઈ લેવું. જેથી સત્યવતી તેમની માતાએ ભૂલ કરી દીધી. જ્યારે આ વાતની જાણ ઋષિ ભૃગુને થઈ ત્યારે ત્યારે તેમણે સત્યવતીને કહ્યું કે તમે ખોટાં વૃક્ષને આલિંગન આપ્યું. તેથી તમારો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રિય ગુણો વાળા રહેશે. તમારી માતાનો પુત્ર ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણોની તરફ આચરણ કરશે.
આ વાત સાંભળીને સત્યવતીએ મહર્ષિ ભૃગુને પ્રાર્થના કરી કે મારા પુત્ર ક્ષત્રિય ગુણો વાળા ન હોય ભલે મારો પૌત્ર એવો હોય પણ પુત્ર નહિં. મહર્ષિ ભૃગુએ તેના દુઃખને જોતાં કહ્યું કે એવું જ થશે.
કેટલાંક સમય પછી જમદગ્નિ મુનિએ સત્યવતીના ગર્ભથી જન્મ લીધો. તેમના આચરણ ઋષિઓના સમાન જ હતું. તેમના વિવાહ રેણુકા સાથે થયા. મુનિ જમદગ્નિના ચાર પુત્ર હતા. તેમાંથી પરશુરામ ચોથા પુત્ર હતા. તે એક ખોટાં કારણે સત્યવતીના આ પૌત્ર એટલે કે પૌત્ર પરશુરામનો સ્વભાવ ક્ષત્રિયો સમાન હતો.
પરશુરામ જન્મે બ્રાહ્મણ હોવા છતાં મહા પરાક્રમી અને વિદ્વાન હતા. તેઓ ભીષ્મ પિતામહના ગુરુ રહી ચૂક્યા છે. તેમણે આ પૃથ્વીને ક્ષત્રિય વિહોળી કરી હતી.