જશ રેખા હોય તો મળે જશ અને અતિ નામના સાથે પૈસો
હથેળીની રેખાઓનો સંબંધ ભાગ્ય સાથે છે તે વાત સુવિદિત છે. જો હાથમાં જશ રેખા એટલે કે આવી સૂર્ય રેખા પડી હોય તો વ્યક્તિને માન-સન્માન અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો જાણી લો વ્યક્તિને સમૃદ્ધિ અને પૈસો આપતી આ રેખા વિશે…
– હથેળીમાં અનામિકા આંગળીની નીચે સૂર્ય પર્વત પરથી નિકળતી રેખાને સૂર્ય રેખા કહેવામાં આવે છે. આ રેખા વ્યક્તિના માન-પાન અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં આ રેખા દોષરહિત અને સ્પષ્ટ હોય તો તેને જીવનમાં ભરપૂર માન-સન્માન અને પૈસા પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આ રેખા બધાના હાથમાં નથી હોતી. તો કેટલીક પરિસ્થિતિઓમાં આ રેખા હોવા છતાં પછી પણ વ્યક્તિને પૈસાની તંગી પણ સહન કરવી પડે છે.
– સૂર્ય રેખા હથેળીમાં ઊભી હોય, સ્પ્ષ્ટ હોય અને સૂર્ય પર્વતથી હથેળીના નીચેના ભાગમાં મણિબંધ કે જીવન રેખા તરફ જતી હોય તો તે શુભ માનવામાં આવે છે. સૂર્ય રેખા જો અન્ય રેખાઓથી કપાયેલી હોય કે તૂટેલી હોય તો તેના શુભ ફળ મળે છે પણ પૂર્ણ શુભ ફળની પ્રાપ્તિ થતી નથી.
– જો કોઈ વ્યક્તિના હાથમાં જીવનથી પસાર થઈ સૂર્ય રેખા ઉપરની તરફ એટલે કે અનામિકા આંગળી તરફ જતી હોય છે તો તે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે. આવા લોકો જીવનમાં બધા સુખ અને સુવિધાઓની સાથે માન-સન્માન પણ પ્રાપ્ત કરે છે.
– જો કોઈ વ્યક્તિને હાથમાં ચંદ્ર પર્વતથી નીકળી કોઈ રેખા સૂર્ય પર્વત તરફ જાય છે તો એ પણ સૂર્ય રેખા જ કહેવાય છે. ચંદ્ર પર્વત હથેળીમાં અંગૂઠાની બરાબર સામેવાળા અંતિમભાગને કહે છે. અહીંથી રેખા નીકળી અનામિકા આંગળી તરફ જાય છે તો વ્યક્તિની કલ્પના શક્તિ વધારે તેજ બને છે. આ લોકોની પરિભાષા પર સારી પકડ રહે છે.
– જો સૂર્ય રેખા પર કોઈ દ્વિપ ચિન્હ હોય કે ચોકડીનું નિશાન હોય તો વ્યક્તિને આ દુઃખ આપનાર સંકેત હોય છે. એવા લોકો મુશ્કેલીની સાથે કાર્ય પૂરું કરે છે અને પછી પણ તેને યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી.
– સૂર્ય રેખા પર બિંદુના ચિહ્ન હોય તો વ્યક્તિને અશુભ પ્રભાવ દર્શાવે છે. એવી રેખાવાળા માણસની બદનામી થવાનો ભય પણ રહે છે. બિંદુ જો વધારે ઘેરું હોય તો એ સમાજમાં અપમાન થવાનો સંકેત હોઈ શકે છે. આથી એવી રેખાવાળા માણસને સાવધાની પૂર્વક કાર્ય કરવું જોઈએ.
-જો કોઈ વ્યક્તિને હાથમાં સૂર્ય રેખા લહેરાઈને જાતી હોય તો વ્યક્તિ કોઈ પણ કાર્યને એકાગ્રતા સાથે કરી શકતો નથી. આ રેખા વચ્ચે કપાઈ પણ સૂર્યપર્વત પર સીધી અને સુંદર હોય તો જ વ્યક્તિ કોઈ કાર્યમાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરે છે.
આવા લોકો જીવનમાં સફળ થાય છે અને ભરપૂર ધનલાભ પ્રાપ્ત કરે છે. એવા લોકો પોતાની મહેનતના બળે કરોડપતિ પણ બની શકે છે.