માતા લક્ષ્મીને આ કારણે પ્રિય છે શ્રી યંત્ર
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અતિ શુભ માનવામાં આવી છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને શ્રીયંત્ર અતિપ્રિય છે. શ્રીયંત્રને ઘરમાં સ્થાપિત કરીને સમાજમાં પોતાનું વર્ચસ્વ વધે છે અને પોતાના ઘરમાં ધન અને સંપન્નતા આવે છે. આજકાલ વાસ્તુના નિયમોનું માનીએ તો આને ગુડલક ચાર્મ તરીકે પણ જોવામાં આવે છે. શ્રીનો અર્થ છે લક્ષ્મી અને યંત્રનો અર્થ છે ઉપકરણ. જે દેવી લક્ષ્મીનું યંત્ર માનવામાં આવે છે.
શ્રીયંત્રને સૌથી ઉપરના સ્થાનને એટલે કે ચોટીને મહત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમામ દેવી અને દેવતાઓનું આ નિવાસ સ્થાન છે. તેમની ચોટી પર હિંદુ ધર્મના તમામ દેવી અને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ એક જ કારણ છે તે માતા લક્ષ્મીને અતિપ્રિય છે.
ઘરમાં આવી રીતે કરો સ્થાપિત
જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવા ઈચ્છતા હોય તો સૌથી પહેલાં તેને 24 કલાક મીઠાંના પાણીમાં બોળીને રાખો. એ પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. એ પછી તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. શ્રીયંત્ર એક બહું જ મહત્વપૂર્ણ, લાભકારી અને શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જે માત્ર લાભ જ નથી આપતું પણ ઘરમાં દરેક પ્રકારે સકારાત્મકતા ફેલાવે છે. તે દાંપત્યજીવન માટે ઉત્તમ ફળદાયી નિવડે છે. તો આર્થિક દ્રષ્ટિએ પણ સુખકારી લાવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈને દિલથી ચાહતા અને તેની સંપન્નતા માટે ભગવાનને પ્રાર્થના કરતાં હોય તો તેને શ્રીયંત્ર ભેટ આપી શકો છો.
શ્રીયંત્ર એ વ્યક્તિની જિંદગી સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદગાર સાબિત થાય છે અને એ સ્થાનની તમામ નકારાત્મકતા દૂર કરી દે છે.
ક્રિસ્ટલ શ્રીયંત્ર સંપૂર્ણ બ્રહ્માંડમાં નકારાત્મક અને સકારાત્મક ઉર્જાની વચ્ચે સંતુલન બનાવવામાં કામ કરે છે. ક્રિસ્ટલમાં એક પ્રકારની દિવ્ય શક્તિ હોવાને કારણે તે ધન અને સ્વાસ્થ્ય માટે લાભકારી સમજવામાં આવે છે. તેને તમે પોતાના ઘરના મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં અને અન્ય પૂજાસ્થળમાં પણ રાખી શકો છો. ક્રિસ્ટલ શ્રીયંત્ર તમારી કેરિયરમાં આગળ વધવામાં તેમજ નામ અને પૈસા કમાવામાં મદદ કરે છે.