નમો જિણાણં જિઅભયાણં.
જ્યાં વસ્તુ કે વ્યક્તિનો , પદાર્થ કે પૈસાનો સંયોગ થયો છે , ત્યાં તેનો વિયોગ થવાનો જ છે , આ સમજ જેને આવી ગઈ , તેને દુઃખી કરવાની તાકાત કોઈની નથી .
જે વ્યક્તિ પોતાના અધિકાર યાદ રાખે છે અને બીજાની ફરજ યાદ રાખે છે તે વ્યક્તિ બાંધેલા સંબંધ જાળવી શકતો નથી .
" મારી આજુબાજુવાળા મારાથી વધુ સુખી થવા જ ન જોઇએ " આ માનસિકતાવાળો માણસ આ દુનિયામાં શ્રીમંત હોવા છતાં સૌથી દુઃખી માણસ હશે .
સ્મશાનની આગ મરેલાને જ બાળે છે , જયારે ઈર્ષ્યાની આગ જીવતાને પણ બાળે છે .
માતાના પગ દબાવે , પણ માતાનું કહેલું માને નહીં તો માતા તે પુત્રથી ખુશ થતા નથી . તેમ ભગવાનની ત્રણ કલાક પૂજા કરે પણ ભગવાનની આજ્ઞાનું પાલન ન કરે તો તેનાથી ભગવાન ખુશ થતા નથી .
નવા સંબંધો નહિ બનાવો ચાલશે , પહેલા બાંધેલ જુના સંબંધોને સંભાળતા શીખી જાઓ .
સામાને નુકસાન થાય તેવું સાચું એ પણ
નિંદા છે . પરમાત્માના વચનો કરુણાભાવમાંથી ઉત્પન્ન થયા છે .
પરમાત્માની કરૂણા એટલી છે કે " ચંડકૌશિક બુઝ " આટલું કહેતા ચંડકૌશિક પરમશાંત બને છે .
ભગવાન લોકોના ના કહેવા છતાં ગયા , કારણ પ્રભુને હિત કરવું છે આ પ્રભુની
કરુણા છે .
એક આત્માને પમાડવાની સાચી કરુણાભાવનાથી ચંડકૌશિક કેવું પામ્યો ❓ચંડકૌશીકે અનસન સ્વીકાર્યું અને
પ્રભુ પંદર દિવસ ઉભા રહ્યા છે .
પ્રભુ જાણે છે કે મારા વચનથી ચંડકૌશીકે અનસન સ્વીકાર્યું છે તો તેની સમાધિ
ટકાવવાની છે . ભગવાનની આ કરૂણા સમજાય તો મોક્ષ પમાય .
સાત નવકાર ગણી મનને આરામ આપો
🔴 ક્રોધ ક્યાંથી આવ્યો એ મહત્વનું નથી , પણ ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થયો
એ મહત્વનું છે .
🔴 તમારામાં ક્રોધની યોગ્યતા છે 👉
એ જ નુકશાન કારક છે .
🔴સાધકે સૂક્ષ્મ બુધ્ધિથી પોતાના ઉપયોગને ઓળખવાનો .
🔴 જ્યાં સુખની અનુભૂતિ હોય ત્યાં જ સ્થિરતા આવે 👉 સિધ્ધ ભગવંતો .
🔴 સમ્યક્ત્વ પામ્યા પછી એનું સ્થિરીકરણ અને વિકાસ મનુષ્યભવમાં જ છે .
🙏 શુભ ભાવમાં રહેજો 🙏